અમેરિકામાં હિન્દુઓ સૌથી ઉચ્ચ શિક્ષિત ધાર્મિક સમુદાય: અભ્યાસ
અમેરિકામાં સૌથી વધુ
શિક્ષિત ધાર્મિક સમુદાયમાં હિન્દુઓ પ્રથમ ક્રમે અને યહૂદીઓ બીજા ક્રમે છે. દસમાંથી સાત હિન્દુઓ (૭૦ ટકા) અને ૬૫ ટકા યહૂદીઓ પાસે સ્નાતકની ડિગ્રી કે તેથી વધુ ઊંચી ડિગ્રી હાંસલ કરેલી છે. આની સામે અમેરિકાના કુલ પુખ્ત વયના લોકોમાં આ પ્રમાણ માત્ર 35 ટકા છે. અમેરિકામાં વિવિધ ધર્મના લોકોમાં શિક્ષણ અંગેના પ્યૂ રિસર્સ સેન્ટરના વિશ્લેષણમાં આ વિગતો બહાર આવી હતી.